Video/ 4કલાક, 3000 ભક્તો અને 1.25 લાખ હનુમાન ચાલીસાના પાઠ; ડિંડોલીમાં ભક્તોએ સર્જ્યો અનોખો વિક્રમ
સુરતના Dindoli વિસ્તારમાં આવેલ Umiya Mata Mandir (ઉમાપુરમ) ખાતે હનુમાન ટેક
સુરતના Dindoli વિસ્તારમાં આવેલ Umiya Mata Mandir (ઉમાપુરમ) ખાતે હનુમાન ટેકરી સેવા સંસ્થાન દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે 3 હજારથી વધુ ભક્તોએ એકસાથે જોડાઈને 4 કલાકમાં કુલ 1 લાખ 25 હજાર વખત હનુમાન ચાલીસાનું પાઠન કર્યું હતું.
આ અનોખા આયોજન દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો. સનાતન સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને એકતાનું પ્રતિકરૂપ બનેલો આ કાર્યક્રમ ભક્તો માટે યાદગાર બની રહ્યો.
હનુમાન ચાલીસા પાઠન બાદ શાંતિ હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શાંતિ હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને દેશ-વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થનાઓ કરી.
કાર્યક્રમ દરમિયાન તમામ ભક્તો માટે પ્રસાદ અને ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓ દ્વારા પ્રસાદીની તમામ જવાબદારીઓ સંભાળવામાં આવી, જેનાથી સેવા અને સમર્પણનો સુંદર ઉદાહરણ જોવા મળ્યો.
મંદિર અગ્રણી જસવંત પટેલે જણાવ્યું કે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિકતા મજબૂત બનાવે છે અને ભક્તોને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.







