મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સુરત પોલીસ ફરી વિવાદમાં; પ્રતિબંધ હોવા છતાં,પોલીસકર્મીએ જ જાહેરમાં કેક કાપી કરી જન્મદિવસની ઉજવણી

સુરતમાં જાહેર સ્થળો પર જન્મદિવસની ઉજવણી અને 'તાયફાબાજી' પર પ્રતિબંધ હોવા છતાં, ખ

સુરતમાં જાહેર સ્થળો પર જન્મદિવસની ઉજવણી અને 'તાયફાબાજી' પર પ્રતિબંધ હોવા છતાં, ખુદ પોલીસકર્મી દ્વારા જ આ નિયમનો ભંગ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે.

સચિન GIDC પોલીસ સ્ટેશનના કર્મીની દાદાગીરી

મળતી માહિતી મુજબ, સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરપાલ સિંહ નામના પોલીસકર્મીએ જાહેરમાં પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં પ્રતિબંધ હોવા છતાં, લગભગ 15 જેટલી કેક કાપવામાં આવી હતી અને જાહેરમાં 'તાયફાબાજી' કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ પોલીસની કાયદા પ્રત્યેની બેદરકારી છતી કરી છે.

સામાન્ય પ્રજા પર કાર્યવાહી, પોતા પર મૌન?

સુરત પોલીસે અગાઉ અનેક સામાન્ય નાગરિકો વિરુદ્ધ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે, હવે જ્યારે તેમના જ વિભાગના એક પોલીસકર્મીએ આ નિયમનો સરેઆમ ભંગ કર્યો છે, ત્યારે સવાલો ઊભા થયા છે કે પોલીસ તંત્ર પોતાના જ પોલીસકર્મી સામે કાર્યવાહી કરશે કે કેમ?

સામાન્ય પ્રજાને કાયદાનું પાલન કરાવતી પોલીસ, પોતાના કર્મીઓ પર નિયમ ભંગ બદલ ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે, તે જોવાનું રહ્યું. જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય તો પોલીસની નીતિ અને ન્યાય પર સવાલો ઉભા થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો