VIDEO: અમરેલીના બગસરા હાઈવે પર કારને નડ્યો અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળ પર મોત એક ઈજાગ્રસ્ત
ગુજરાતમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના બગસરાના
ગુજરાતમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના બગસરાના હડાળા પાસે અકસ્માત સર્જાયો હતો. બગસરા ના હડાળાથી ડેરી પીપરીયા પાસે કારને અકસ્માત નડ્યો હતો.
કારમાં સવાર 3 લોકોના મોત
કારમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા હતા અને એક શખ્સ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર હેઠળ ખસેડાયો હતો. કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. કારની ધડાકાભેર વૃક્ષ સાથે ટક્કર થઈ હતી. ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
તમામ મૃતદેહોને ગેસ કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા
સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોચીં હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ મૃતદેહોને ગેસ કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરા છે. આ અકસ્માતથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.







