મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઇડર-ભિલોડા હાઇવે પર ગંભીર અકસ્માત, કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા 4 યુવાનોના મોત

ગુજરાતના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સાબરકાંઠાના ઇડર-ભિલોડા નેશનલ હાઇવે પર રેવાસ નજીક ગ

ગુજરાતના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સાબરકાંઠાના ઇડર-ભિલોડા નેશનલ હાઇવે પર રેવાસ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને ઓટો રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં ઇડરના ભોઈ સમાજના ચાર યુવકોના કરૂણ મોત થયા છે. કડિયાકામ પૂર્ણ કરીને ઓટો રિક્ષામાં ઇડર તરફ આવી રહેલા આ ચારેય યુવાનોને કાળ ભરખી ગયો છે.

યુવાનોના મોતને પગલે પરિવારજનનો આંક્રદ

ઇકો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. યુવાનોના મોતને પગલે પરિવારજનો સિવિલમાં પહોંચ્યા હતા. યુવાનોના અકાળે મોત બાદ સિવિલ હોસ્પિટલમાં પરિવારનો આક્રંદ છવાયો હતો અને ભોઈ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.

 લોકોમાં આક્રોશ ફેલાયો છે

લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને અકસ્માતનું કારણ ગણાવી રહ્યું છે. એક વર્ષથી વધુ સમયથી રોડની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા લોકોમાં આક્રોશ છે.

આ સમાચાર શેર કરો