મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ 112 ના કર્મચારીની દાદાગીરી!  યુવાનોને ટાયર પકડાવી ઢોર માર માર્યાનો આક્ષેપ

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. Vadasada ગામના એક યુવાને 112 ઈમરજન્સી સેવાના કર્મચારી પર અમાનવીય રીતે માર માર્યાનો આક્ષેપ કર્યો છે.

પીડિત યુવાનના જણાવ્યા મુજબ, Vadia પોલીસ સ્ટેશનમાં 112 ઈમરજન્સી સેવામાં ફરજ બજાવતા મિલનભાઈ દવેરા નામના કર્મચારી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. યુવાનનો દાવો છે કે તેઓ નશાની હાલતમાં પોતાના મિત્રો સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી રહ્યા હતા ત્યારે કોઈ સ્થાનિક વ્યક્તિએ 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી.

ફરિયાદ મળતા 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ કાયદેસરની કાર્યવાહી કરવા બદલે કર્મચારીએ કાયદો હાથમાં લઈ મારપીટ કરી હોવાનો આરોપ છે. પીડિતનો દાવો છે કે યુવાનોને હાથમાં ટાયર પકડાવીને નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા.

પીડિત રાકેશ ધીરુભાઈ ખુમાણ ઉપરાંત તેમના સાથે રહેલા રાહુલ ચાવડા તેમજ ખીરસરા ગામના શૈલેષ સુભાષ રેડી અને ઇબ્રાહિમ ઠેબા (જૂનાગઢ)ને પણ બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે.

યુવાનોએ એવો પણ દાવો કર્યો છે કે આ સમગ્ર ઘટના જેતપુર તાલુકાની હદમાં બની હોવા છતાં વડિયા પોલીસના કર્મચારીએ આવી કાર્યવાહી કરી હતી. મારપીટ બાદ તમામ લોકોને પીધેલી હાલતમાં હોવાનું કહીને Jetpur Taluka પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

પછી જેતપુર તાલુકા પોલીસે ચારેય યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ ઈજાગ્રસ્ત યુવાનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસની કામગીરી, હદના નિયમો અને કાયદેસરની કાર્યવાહી અંગે અનેક સવાલો ઉભા થયા છે. હવે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો