VIDEO: બારડોલી ધુલીયા ચોકડીના ભંગારના ગોડાઉન આગમાં બળીને ખાખ, પ્રાંત અધિકારીએ બ્રિગેડ કોલ કર્યો જાહેર
ગુજરાતમાં વધુ એક ભયાનક આગની દુર્ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના બારડોલી ધુલીયા ચોકડી પાસેના ભંગાર
ગુજરાતમાં વધુ એક ભયાનક આગની દુર્ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના બારડોલી ધુલીયા ચોકડી પાસેના ભંગારના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનોમાં રાખેલા પ્લાસ્ટિક અને ભંગાર બળીને ખાખ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા.
પ્રાંત અધિકારીએ મેજર કોલ જાહેર કર્યો
મળતા અહેવાલ પ્રમાણે પ્રાંત અધિકારીએ મેજર કોલ જાહેર કરવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.આગ ના ગોટે ગોટા 2 કિલોમીટર દૂરથી દેખાયા હતા.
પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ સ્થળ પર હાજર
આગ પર કાબૂ મેળવવા માટે બારડોલી, કામરેજ, વ્યારા, PEPL અને હોજીવાલા સહિતની 10થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ગોડાઉનોમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ હોવાથી ફાયર વિભાગને આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.






