મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર, કાચા-પાકા દબાણોને હટાવવાની કામગીરી

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવતા મોટી કાર્યવ

તસવીર: GSTV

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાવરી વાસ અને રેલવે ટ્રેક આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી અડીંગો જમાવીને બેઠેલી ઝૂંપડપટ્ટીઓ અને અન્ય કાચા-પાકા દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Dysp સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે Dysp સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રની આ સંયુક્ત કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

300 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગઠવાયો

શુક્રવારે વહેલી સવારથી જ જામનગર શહેર પોલીસ અને રેલવે પોલીસના 300થી વધુ કર્મચારીઓ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવ્યા હતા. કોઈપણ જાતના વિરોધ કે ઘર્ષણને પહોંચી વળવા માટે પોલીસ મક્કમ રહી હતી. અનેક જેસીબી મશીનો દ્વારા ગેરકાયદે બાંધકામો અને ઝૂંપડાઓ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. 

બે દિવસમાં વિસ્તાર સંપૂર્ણ ખાલી કરાશે

પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ સુધી આ કામગીરી અવિરત ચાલુ રહેશે. રેલવે ટ્રેક આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવી તેને સુરક્ષિત બનાવવામાં આવશે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઉપરાંત વિસ્તારમાં ફરીથી દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ રાખશે અને અસામાજિક પ્રવૃત્તિઓનો જડમૂળથી સફાયો કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો