મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ રાજકોટમાં 5 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, સ્થાનિકોએ મહિલાને પકડી પોલીસને સોંપી

રાજકોટ શહેરમાં નાના બાળકોના અપહરણનો પ્રયાસ થવાની ઘટના સામે આવતા વિસ્તારમાં

તસવીર: gstv

રાજકોટ શહેરમાં નાના બાળકોના અપહરણનો પ્રયાસ થવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેરના રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારની 5 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ એક મહિલાએ બાળકી ને નાસ્તો બતાવીને પોતાની તરફ બોલાવી હતી અને તેને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકી બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા.

સ્થાનિકોએ મહિલાને ઝડપી પાડી હતી અને બાદમાં પોલીસને જાણ કરી મહિલાને પોલીસને સોંપી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મહિલાની અટક કરી તેની પૂછપરછ શરૂ કરી છે.

આ ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર નાના બાળકોનું અપહરણ કરતી ગેંગ સક્રિય હોવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ સમગ્ર મામલે સ્થાનિક ભાવેશ વોરા અને બાળકીની માતાએ પણ ઘટનાની વિગત આપી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો