Video/ સતલાસણાની મોડેલ સ્કૂલના 20 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ, વડનગર સિવિલમાં ખસેડાયા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરીયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ગંભી


મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરીયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા અંદાજે 18 થી 20 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.
ભોજન લીધા બાદ તબિયત બગડી
મળતી માહિતી મુજબ, ગોરીયાપુર મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ રાત્રે ભોજન લીધું હતું. જમ્યાના થોડા સમય બાદ એકાએક વિદ્યાર્થીઓને ઉલટી અને પેટમાં દુખાવા જેવી તકલીફો થવા લાગી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં બાળકોની તબિયત બગડતા સ્કૂલ પ્રશાસન હરકતમાં આવ્યું હતું.
વડનગર ખાતે તાત્કાલિક સારવાર
તબિયત બગડતા તમામ 18 થી 20 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સારવાર માટે વડનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમયસર સારવાર મળવાને કારણે હાલ તમામ બાળકોની તબિયત સુધારા પર છે અને ભયમુક્ત છે.








