મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોલીયારી ડેમનો વર્ષો જૂનો પ્રશ્ન - વૈકલ્પિક વ્યવસ્થા કરી કેનાલ તાત્કાલિક કાર્યરત કરવા માંગ

મોરવા હડફ તાલુકાના ખેડૂતો માટે ૩૦ વર્ષ બાદ

મોરવા હડફ તાલુકાના ખેડૂતો માટે ૩૦ વર્ષ બાદ આશાનું કિરણ જાગ્યું છે. રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જળસંપત્તિ મંત્રીને પત્ર લખી કોલીયારી ડેમનો વર્ષો જૂનો પ્રશ્ન ઉઠાવ્યો છે. ૧૯૯૬-૯૯માં નિર્મિત આ ડેમ પુનઃવસનના વણઉકેલ્યા પ્રશ્નોને કારણે આજદિન સુધી અધૂરો છે.ડેમની મુખ્ય કેનાલ અને ૪ શાખા નહેરો તૈયાર હોવા છતાં, ત્રણ દાયકાથી ખેડૂતો પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે. સાંસદે અન્ય જળસ્ત્રોત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી કેનાલ તાત્કાલિક કાર્યરત કરવા માંગ કરી છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે, તો સ્થાનિક ખેતી અને ખેડૂતોની સ્થિતિમાં મોટો સુધારો આવશે.

આ સમાચાર શેર કરો