VIDEO : Morbi માં વગર વરસાદે ચોમાસું! મચ્છુ-2 ડેમની કેનાલ ઓવરફ્લો થતાં અવની ચોકડી રોડ નદી બન્યો
મોરબી જિલ્લામાં વરસાદ વગર જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. અવની ચોકડી નજીક રોડ પર લાખો લીટર પાણી ફરી વળતાં મા

મોરબી જિલ્લામાં વરસાદ વગર જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. અવની ચોકડી નજીક રોડ પર લાખો લીટર પાણી ફરી વળતાં માર્ગ નદી સમાન દેખાયો હતો. માહિતી મુજબ સિંચાઈ માટે મચ્છુ-2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યા બાદ કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હતી. જેના કારણે મોટી માત્રામાં પાણી રોડ પર આવી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર પાણી ભરાતા વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. અચાનક સર્જાયેલી આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.


