મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Morbi / હળવદમાં આયોજન વગરના ખોદકામથી વાહનચાલકો પરેશાન, તંત્રની બેદરકારી સામે જનતામાં ભારે આક્રોશ

હળવદની મુખ્ય બજારમાં આયોજન વગર કરાયેલા રોડ ખોદકામને કારણે વેપારીઓ અને વાહનચાલકોની હાલત કફોડી બની છે. લગ

હળવદની મુખ્ય બજારમાં આયોજન વગર કરાયેલા રોડ ખોદકામને કારણે વેપારીઓ અને વાહનચાલકોની હાલત કફોડી બની છે. લગ્નસરાની સિઝનમાં જ મુખ્ય માર્ગો પર ઠેકઠેકાણે ખાડા ખોદી દેવાતા ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને બ્રાહ્મણ ભોજનશાળા અને સરાનાકા પાસે ખોદકામથી લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.ગઈકાલે રાત્રે સરાનાકા પાસે જાગૃત નાગરિકો અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તાત્કાલિક રેલવે સ્ટેશનનો માર્ગ ખોલવો પડ્યો હતો. પાલિકા સભ્યોની હાજરી હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે લોકોમાં ભારે નારાજગી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અમુક નેતાઓ માત્ર સોશિયલ મીડિયા પર ફોટા અને 'લાઈક્સ' મેળવવામાં મસ્ત છે, જ્યારે વાસ્તવિક સમસ્યાઓ હલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે.  

આ સમાચાર શેર કરો