મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ખેડૂતો પર ખનીજ માફિયાઓએ કર્યો જીવલેણ હુમલો

મહેસાણાના કડી તાલુકાના નંદાસણ પાસે ગેરકાયદેસર માટી ખનન રોકવા ગયેલા પૂર્વ તાલુ

મહેસાણાના કડી તાલુકાના નંદાસણ પાસે ગેરકાયદેસર માટી ખનન રોકવા ગયેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અજીત પટેલ અને ખેડૂતો પર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કરતા સનસનાટી મચી ગઈ છે. વડપુરા ગામની સીમમાં ગૌચર ભૂમિમાં ચાલતી માટી ચોરી અટકાવવા ગયેલા ખેડૂતોની ગાડીને આંતરીને અજીત પટેલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને છરા વડે હુમલો કરી ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આ શખ્સોએ ખેડૂતો પાસેથી સોનાની કંઠીઓ સહિત કુલ 8.20 લાખની લૂંટ પણ ચલાવી હતી, જે અંગે નંદાસણ પોલીસે જીગર, સજ્જાદ અને સદ્દામ સહિત 15 થી 20 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો