VIDEO: ભાખરવડ ડેમમાં પાણીની અછત, માત્ર 10 ટકા જેટલો જ જથ્થો ઉપલબ્ધ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ગામ નજીક આવેલા ભાખરવડ ડેમમાં પાણીન

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ગામ નજીક આવેલા ભાખરવડ ડેમમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટ્યું છે. ભાખરવડ રિચાર્જ રિઝર્વોઇર યોજનાનો હાલનો જળસ્તર 68.60 મીટર નોંધાયો છે, જ્યારે પૂર્ણ જળસંગ્રહ સ્તર 73.35 મીટર છે. 86.04 ચોરસ કિલોમીટર કેચમેન્ટ વિસ્તાર ધરાવતા આ જળાશયમાં હાલમાં માત્ર 10 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ડેમની યોજના આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર મજબૂત બનાવવા અને પાણીનો સંગ્રહ જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાળા, માળીયા હાટીના, જાનડી, ઘૂંઘટી અને આંબેચા સહિતના ગામો માટે આ ડેમ જીવનદોરી સમાન છે.




