મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ જૂનાગઢના વંથલીમાં ડમ્પરે બાઈકને કચડતાં મહિલાનું મોત

જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ સ્પીડે આવી રહેલા રે

તસવીર: GSTV

જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ સ્પીડે આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર સવિતાબેન કિશોરભાઈ ગોહીલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. માતાનું મોત પુત્રની નજર સામે થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી. સાંતલપુરના રહીશો મહિલાનો મૃતદેહ લઈને વંથલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને ખનીજ માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો