મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓમાં પીવાનું પાણી પહોંચાડવા તંત્રની કવાયત, ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવાની કામગીરી શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યાને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્ર દ્

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યાને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી નર્મદા કેનાલો શરૂ કરવામાં આવી છે અને ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવાની કામગીરી શરૂ કરાઈ છે.

સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની અછતને ધ્યાનમાં રાખી મુખ્ય નર્મદા કેનાલ કાર્યરત કરવામાં આવી છે. જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને ભાવનગર સહિત આશરે 5 હજાર ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા કવાયત હાથ ધરાઈ છે. ધોળીધજા ડેમ ભરાવાની શરૂઆત થતાં સુરેન્દ્રનગર જિલ્લાના આશરે 3 લાખ લોકોને નિયમિત પાણી પુરવઠો મળવાની આશા જાગી છે.

આ સમાચાર શેર કરો