મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગેરકાયદેસર ખનનનો મોટો પર્દાફાશ, બ્લેક પથ્થરની ખાણ પર અચાનક દરોડો પાડીને ઝડપાયું ખોદકામ

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં ફરી એકવાર ગ

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં ફરી એકવાર ગેરકાયદેસર ખનનનો મોટો પર્દાફાશ થયો છે. સાયલા પોલીસની ટીમે સુદામડાના ખારા વિસ્તાર નજીક બ્લેક પથ્થરની ખાણ પર અચાનક દરોડો પાડીને ગેરકાયદેસર થઈ રહેલું ખોદકામ ઝડપી પાડ્યું છે.

આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે 2 એક્સકેવેટર મશીન અને 3 ડમ્પર સહિત અંદાજે રૂપિયા 1 કરોડ 85 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સીઝ કર્યો છે. સ્થાનિક પોલીસે આ અંગે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગની ટીમને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો