VIDEO: સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે હોબાળો, 500થી વધુ ખેડૂતોએ વિશાળ રેલી યોજી કચેરીને ઘેરી
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પાવરગ્રીડ કંપની

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પાવરગ્રીડ કંપનીની કામગીરી અને અપૂરતા વળતરના મુદ્દે 500થી વધુ ખેડૂતોએ વિશાળ રેલી યોજી કચેરીનો ઘેરાવ કરતા ભારે હોબાળો મચ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂત આગેવાનો પાલ આબલિયા, નૌશાદ સોલંકી, કરસનબાપુ અને લાલજી દેસાઈને રજૂઆત કરવા જતા રોકવામાં આવતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, પાવરગ્રીડ કંપની પોલીસનો સહારો લઈને દાદાગીરી કરી રહી છે અને તેમની સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. પાવરગ્રીડ મુદ્દે ખેડૂતો અને પોલીસ આમનેસામને આવી જતા પરિસ્થિતિને કાબુમાં લેવા ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જો કે ઘર્ષણ સર્જાયા બાદ ખેડૂત નેતાઓને કલેક્ટર ચેમ્બરમાં પ્રવેશ આપવામાં આવતા મામલો શાંત પડયો હતો. ખેડૂત નેતા અને ખેડૂતોએ માગ કરી હતી કે પહેલા વળતર આપવામાં આવે પછી જ કામ શરૂ કરવામાં આવે.




