VIDEO:"પાવરગ્રીડ અને અપૂરતા વળતરના મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ!"
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પાવરગ્રીડ કંપનીની કામગીરી અને અપૂરતા વળતરના મુદ્દે 500થી વધુ

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પાવરગ્રીડ કંપનીની કામગીરી અને અપૂરતા વળતરના મુદ્દે 500થી વધુ ખેડૂતોએ વિશાળ રેલી યોજી કચેરીનો ઘેરાવ કરતા ભારે હોબાળો મચ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂત આગેવાનો પાલ આબલિયા, નૌશાદ સોલંકી, કરસનબાપુ અને લાલજી દેસાઈને રજૂઆત કરવા જતા રોકવામાં આવતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે પાવરગ્રીડ કંપની પોલીસનો સહારો લઈને દાદાગીરી કરી રહી છે અને તેમની સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. પાવરગ્રીડ મુદ્દે ખેડૂતો અને પોલીસ આમને-સામને આવી જતા પરિસ્થિતિને કાબુમાં લેવા ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.


