VIDEO: સુરેન્દ્રનગર / પાવરગ્રીડની કામગીરીનો વિરોધ કરતા 200થી વધુ ખેડૂતોની અટકાયત
સુરેન્દ્રનગરના કોંઢ ગામે 765 કેવી પાવર લાઈન વિવાદને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સ

સુરેન્દ્રનગરના કોંઢ ગામે 765 કેવી પાવર લાઈન વિવાદને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાવરગ્રીડની કામગીરીનો વિરોધ કરતા 200થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની માલિકીની જમીનમાં પ્રવેશ કરી કામગીરી શરૂ કરી હતી. વાડીના ગેટના તાળા તોડાયા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. “પોલીસ રક્ષક કે ભક્ષક?” જેવા સવાલો ઉઠાવી પોલીસ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવતા કેટલાક નેતાઓના મૌનને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. ઘટનાની ન્યાયિક તપાસની માંગ ઉઠી રહી છે.



