VIDEO : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં PGVCLની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સર્વોદય વિસ્તારમાં PGVCLની કામગીર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સર્વોદય વિસ્તારમાં PGVCLની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વિસ્તારમાં બે વીજપોલ તૂટીને નમી પડ્યા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ત્રીજો પોલ ઊભો કરવામાં આવ્યો છે, પરંતુ જૂની વીજ લાઈન બદલવાની કામગીરી હજુ સુધી હાથ ધરાઈ નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા પાંચ વર્ષથી PGVCL કચેરીમાં વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ જોખમી બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્કૂલે જતા બાળકો અને રાહદારીઓના માથે જોખમ લટકી રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. લોકો તાત્કાલિક નવી લાઈન નાખવાની માંગ કરી રહ્યા છે.


