મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપનીની કામગીરીને લઈને ખેડૂતો અને વહીવટી તંત્ર સામસામે

સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપનીની કામગીરીને લઈને ખેડૂતો અને વહીવટી તંત્ર સામસ

સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપનીની કામગીરીને લઈને ખેડૂતો અને વહીવટી તંત્ર સામસામે આવી ગયા છે. અહીં 720 KV હાઈટેન્શન લાઈન નાખવાની કામગીરીનો ઉગ્ર વિરોધ કરી રહેલા 200 જેટલા ખેડૂતોની પોલીસે ધરપકડ કરી છે. ખેડૂતોના ભારે વિરોધને પગલે કંપનીએ પોલીસને આગળ કરી છે, જેના ભાગરૂપે 500થી વધુ પોલીસ જવાનોના કાફલા અને LCB સહિતની ટીમોને સ્ટેન્ડબાય રાખીને ખેતરોમાં બળજબરીપૂર્વક થાંભલા ઊભા કરવાનું કામ શરૂ કરાયું છે.આ કાર્યવાહીને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી પૂરતું વળતર ન મળે અને યોગ્ય કોરિડોર નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી કામગીરી અટકાવવામાં આવે. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ગામમાં ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો