મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ લીંબડીમાંથી ઝડપાઈ 3.50 કરોડની ખનીજ ચોરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ખનિજચોરીના મામલે રેન્જ આઈજીની ટીમના દરોડા બાદ પોલીસ વિભાગની ભૂ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ખનિજચોરીના મામલે રેન્જ આઈજીની ટીમના દરોડા બાદ પોલીસ વિભાગની ભૂમિકા અંગે સવાલો ઊભા થયા છે. બોડીયા અને જાખણ ગામે ચાલતા ત્રણ ગેરકાયદેસર વોશ પ્લાન્ટ પર દરોડા પાડી અંદાજે 3 કરોડ 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓ ભોગાવો નદીમાંથી રેતી ચોરી કરી ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ચલાવતા હોવાના આક્ષેપ છે. લીંબડી પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની શંકાને પગલે રેન્જ આઈજીએ તપાસ શરૂ કરી છે. અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિઓ યથાવત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો