મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના રણમાં અગારિયાઓને થયું નુકસાન, વાવાઝોડામાં 1400 સોલાર પ્લોટો ધરાશાયી

રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કેટલાક જિલ્લાઓમાં વિનાશ વેર્યો

રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કેટલાક જિલ્લાઓમાં વિનાશ વેર્યો હતો, ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના રણમાં વાવાઝોડા અને ભારે પવનને કારણે મીઠું પકવતા અગરિયાઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

1400 સોલાર પ્લેટો આ વાવાઝોડામાં ધરાશાયી 

ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સબસિડી હેઠળ અપાયેલી૧૪૦૦ જેટલા અગરિયાઓની સોલાર પ્લેટો આ વાવાઝોડામાં ધરાશાયી થઈ છે. તો બીજી તરફ સોલાર પ્લોટો  ધરાશાયી થતા આજથી તંત્ર દ્વારા સર્વે કામ શરૂ કરવામાં આવ્યું છે. એક  અંદાજ મુજબ, અગરિયા દીઠ ૫૦,૦૦૦થી વધુનું નુકસાન થયું છે.

સમગ્ર રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે

જોકે, તંત્ર દ્વારા માત્ર સોલાર પ્લેટોનો જ સર્વે કરાયા બાદ સમગ્ર રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. જ્યારે મીઠાના થયેલા વ્યાપક નુકસાન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો