VIDEO: વિદ્યાર્થી પરીક્ષા આપવા નીકળ્યો અને કેટલાક યુવાનો તેના પર તૂટી પડ્યા, 4 મહિના જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ બાદ વધુ એક સ્કૂલની બહાર વિદ્યાર્થી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. મળતા અહેવા
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ બાદ વધુ એક સ્કૂલની બહાર વિદ્યાર્થી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે શહેરના ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે અન્ય યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. જૂની અદાવત બની હુમલાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે.
શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો
શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવત રાખીને આજે સવારે જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો, ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી કાઢી વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધા હતા.
અમદાવાદ સિટીના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'નેશનલ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ અને બહાર નીકળ્યા પછી અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલના સંચાલકે ટેલિફોનિક પૂછતાછ કરતા માહિતી મળી છે. પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનો જે ઈજાગ્રસ્ત છે તેને નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવી છે.'
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધોરણ 10ના સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આ ખૂનીખેલથી પોલીસ પણ સ્તબ્ધ છે. ભોગ બનનારના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. શાળાની બહાર ધોળા દિવસે બનેલી આ ઘટનાએ વાલીઓની ચિંતામાં પણ વધારો કર્યો છે.








