મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક દાખલ, ચાર આરોપીઓની ધરપકડ

રાજકોટમાં સંગઠીત બની ગુના આચરતી વધુ એક ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આ

રાજકોટમાં સંગઠીત બની ગુના આચરતી વધુ એક ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરનાં બી.ડિવિઝન પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણાં સમયથી સંખ્યાબંધ ગુના આચરી પોલીસ અને પબ્લીકની ઊંઘ હરામ કરનાર ઇભલા ગેંગ સામે ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સાતમાંથી ચાર સભ્યોની ધરપકડ કરી છે. જોકે મુખ્ય સુત્રધાર ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા (રહે. જૂનો મોરબી રોડ) હાલ એ.ડિવિઝન પોલીસ મથકમાં ખૂનની કોશીષના ગુનામાં જેલમાં બંધ છે. સાથે તેનો ભાઇ જાવેદ ઉર્ફે જાવલો પણ છે. આ બંનેનો ટ્રાન્સફર વોરન્ટનાં આધારે કબજો લેવાશે. ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. 

આર્મ્સ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કુલ ૯૦ ગુના નોંધાયા

જેમાં સુત્રધાર ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાનાં ત્રણ ભાઇઓ સલીમ ઉર્ફે સલીયો, મહેબુબ ઉર્ફે મેબલો અને અશરફ ઉપરાંત લખન વિક્રમ કમેજડીયાનો સમાવેશ થાય છે. ૨૦૧૬થી લઇ ૨૦૨૫ સુધીમાં ઇભલા ગેંગ સામે ખૂનની કોશીષ, ગંભીર ઇજાઓ, અપહરણ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, આર્મ્સ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કુલ ૯૦ ગુના નોંધાયા હતા. 

જેમાંથી ગંભીર પ્રકારના ૨૭ ગુના ધ્યાને લઇ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગેંગના સાત સભ્યોમાંથી એક હાલ વોન્ટેડ છે. જેની ક્રાઇમ બ્રાંચે શોધખોળ જારી રાખી છે. પોતાના સાત મહિનાના કાર્યકાળ દરમિયાન પાંચ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરનાર ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, આવા ગુનેગારો દ્વારા નિર્દોષ નાગરિકો સાથે જે રીતનં  વર્તન કરાય છે તે જ રીતનું કડક વર્તન ક્રાઇમ બ્રાંચ પણ આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છે. શહેરમાંથી ગુનેગારોને 'સાફ' કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં 'આક્રમક' રીતે ચલાવવામાં આવશે. આગામી દિવસોમાં વધુ ત્રણ ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો