રાજકોટ: નાગરિક સહકારી બેંકમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય
રાજકોટ નાગરિક બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીનું આજે સવારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજકોટ નાગરિક સહકારી

રાજકોટ નાગરિક બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીનું આજે સવારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહકાર પેનલનો વિજય થયો છે. સહકાર પેનલના તમામ ઉમેદવારોનો વિજય થઇ ગયો છે. જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલનો વિજય જ્યારે કલ્પક મણિયારની સંસ્કાર પેનલની હાર થઇ છે.
સહકાર પેનલના કીર્તિદાબેન જાદવની જીત
સહકાર પેનલના કીર્તિદાબેન જાદવની જીત થઇ છે. સહકાર પેનલના જ્યોતિબેન ભટ્ટની જીત થઇ છે. કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા છે. જ્યારે જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા છે.
આ પણ વાંચો: ખ્યાતિ સહિત રાજ્યની સાત હોસ્પિટલો સસ્પેન્ડ, 4 ડોક્ટરો સામે કાર્યવાહી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વચ્ચે મત ગણતરી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. કુલ સરેરાશ 96.39% મતદાન થયું છે. રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન થયું છે. 332માથી 320 ડેલીગેટ્સએ મતદાન કર્યું છે.






