હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યાલયમાં VHPનો હોબાળો, રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓને લઇને આપેલા નિવેદન બાદ વિવાદ થયો છે. રાહુલ ગાંધી ગુજરાતની મુલ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓને લઇને આપેલા નિવેદન બાદ વિવાદ થયો છે. રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અમદાવાદ પછી સાબરકાંઠાના હિંમતનગરમાં VHPના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયે પહોંચી ગયા હતા અને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાએ 70થી વધુ VHP કાર્યકરોનો એકલા હાથે સામનો કર્યો હતો અને રાહુલ ગાંધીના સળગતા પૂતળાને ઓલવી નાખ્યુ હતું.
70થી વધુ VHP કાર્યકરોનો હિંમતનગરમાં હોબાળો
હિંમતનગરમાં VHPના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચ્યા હતા અને કાર્યાલયની અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસના કાર્યકર કુમાર ભાટે કોઇને કાર્યાલયની અંદર ઘુસવા દીધા નહતા. 70થી વધુ VHPના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવાના ઇરાદે આવ્યા હતા. જોકે, કોંગ્રેસના કાર્યકરે કાર્યાલયની અંદર જવાનો ગેટ બંધ કરી દીધો હતો અને રસ્તો રોકીને ઉભો રહ્યો હતો. આ દરમિયાન VHPના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર જ રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના કાર્યકરે ડોલમાં પાણી ભરીને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરતા VHPના કાર્યકરોને અટકાવ્યા હતા. બીજી તરફ આ સમગ્ર મામલે હિંમતનગર પોલીસ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. જો VHPના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસ્યા હોત તો અમદાવાદ જેવો જ મોટો હોબાળો થવાની શક્યતા હતી. જોકે, કોંગ્રેસ કાર્યકર્તાની સૂજબુજને કારણે મોટી દૂર્ઘટના થતા અટકી ગઇ હતી.






