સુરતમાં અનાજના ગોડાઉનની જીવાતો નજીકની સોસાયટીઓમાં પહોંચી, મહિલાઓએ કર્યું હલ્લાબોલ
સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નજીકની સોસાયટીમાં જીવાતો ઘરોમાં જઈ રહી છે. આ અંગે વ

સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નજીકની સોસાયટીમાં જીવાતો ઘરોમાં જઈ રહી છે. આ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં ગોડાઉન તથા તેની નજીકના વિસ્તારમાં પેસ કંટ્રોલ કરવા સહિતની કાર્યવાહી ન કરાતા સુરત મહાનગર પાલિકાએ નોટીસ ફટકારી છે.
સાંજ પડતાં જીવાતો આવે છે
દિવ્યાબેન પંચોલીએ કહ્યું કે, સચિન વિસ્તારમાં સરકારી ગોડાઉન છે. સાંજે 5:00 વાગે તો ત્યાંથી જીવડાં આજુબાજુની સોસાયટીમાં આવી જાય છે. આખી રાત અમે હેરાન થઈએ છીએ. ખાવામાં આવી જાય છે. નાકમાં ઘૂસી જાય છે. આંગણવાડીમાં આ જ અનાજ જાય છે તો કઈ રીતે લોકો ખાશે.
મહિલાઓનું હલ્લાબોલ
સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન પર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન પર પહોંચી ગઈ હતી. ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે. આ જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘરનાં વાસણ, કપડાં, એટલું જ નહીં ખાવામાં પણ જીવાત મળી રહ્યાનું જણાવ્યું હતું. એ અંગે સ્થાનિકો અનેક વખત સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે, પરંતુ યોગ્ય નિકાલ ન આવતાં આજે ગોડાઉન પર રેડ કરી હતી.








