નવરાત્રિમાં વાહન અકસ્માતનો વધ્યો આંકડો, ગુજરાતમાં દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત
Road Accidents During Navratri 2025: નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં વાહન અકસ

Road Accidents During Navratri 2025: નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં વાહન અકસ્માતથી દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય દિવસોની સરખામણીએ નવરાત્રિમાં વાહન અકસ્માતમાં 10 ટકાનો વધારો થયો છે.
1230 લોકોને હૃદયની, 1700થી વધુને શ્વાસની સમસ્યા થઈ
ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નવરાત્રિના પ્રથમ ચાર નોરતામાં અમદાવાદમાં કુલ 381 વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. હાલની સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 70થી વધુ વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઈમરજન્સી સેવાની મદદ લેવી પડે છે.
નવરાત્રીના પ્રથમ ચાર નોરતામાં કઈ ઈમરજન્સીના કેટલા કેસ ?| ઈમરજન્સી | અમદાવાદ | ગુજરાત |
|---|---|---|
| પેટમાં દુખાવો | 817 | 2718 |
| વાહન અકસ્માત | 381 | 2027 |
| શ્વાસમાં સમસ્યા | 383 | 1732 |
| હૃદય | 358 | 1230 |
| ફીટ આવવી | 117 | — |
| સખત તાવ | 231 | 1508 |






