Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Accident occurred when a speeding car hit a divider in Gurugram: 5 dead, 1 injured!

ગુરુગ્રામમાં પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત: 5 ના મોત 1 ઘાયલ!

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ગુરુગ્રામમાં પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત: 5 ના મોત 1 ઘાયલ!
સોર્સ : GSTV

ગુરુગ્રામ-દિલ્હી-જયપુર હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર એક બ્લેક કલરની થાર કાર પૂરપાટ દોડતી વખતે બેકાબૂ થતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના લીધે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 6માંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો. 

App Store

આ અકસ્માત વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાના સુમારે સર્જાયો હતો. બ્લેક કલરની આ કાર ઉત્તર પ્રદેશનું રજિસ્ટ્રેશન નંબર ધરાવતી હતી. આ મામલે સેક્ટર 40ના SHO લલિતે માહિતી આપી હતી. 

પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, અને ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મૃત્યુનું કારણ વાહનોની રફ્તાર!

ગુરુગ્રામ અને દિલ્હી-NCRમાં રફ્તારને કારણે થતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. ક્ષતિગ્રસ્ત વાહનની સ્થિતિ ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે, જે દર્શાવે છે કે વાહન કેટલી ઝડપે મુસાફરી કરી રહ્યું હતું. હાઈવે પર નિર્ધારિત રફ્તાર મર્યાદામાં વાહન ચલાવવાથી આવા અકસ્માતો અટકાવવામાં મદદ મળી શકે છે.