Video: થરાદમાં નર્મદા કેનાલમાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યું, એક બાળકનો બચાવ અને મહિલાનું મોત, લાપતા બાળકીની શોધખોળ શરૂ

સોર્સ: gstv

બનાસકાંઠાના થરાદ પાસે દૂધ શીત કેન્દ્ર નજીક મુખ્ય નર્મદા કેનાલમાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને એક બાળકને હેમખેમ બચાવી લેવામાં આવ્યું હતું. જ્યારે કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. બીજી બાળકી કેનાલમાં હોવાની આશંકાને પગલે ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. માતાએ બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવા પાછળનું કારણ હજુ અકબંધ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત