Video: કારતક પૂર્ણિમાએ સોમનાથ મંદિરના શિખર પર બિરાજ્યા ચંદ્રદેવ, મધ્યરાત્રિ મહાઆરતીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

સોર્સ: gstv

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે કારતક પૂર્ણિમાની રાત્રિએ ભક્તિ અને આસ્થાનો અદભુત સંગમ જોવા મળ્યો છે. પરંપરાગત માન્યતા મુજબ, કારતક પૂર્ણિમાની બરાબર મધ્યરાત્રિએ પૂર્ણ ચંદ્ર સોમનાથ મંદિરના શિખર પર સીધો બિરાજમાન થાય છે, જેના દર્શન કરવા દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પાવન અવસરે મંદિર પરિસરમાં ભવ્ય મધ્યરાત્રિ મહાપૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર શંખનાદ, ઘંટારવ અને 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. દિવ્ય ચંદ્રોદય અને ઝળહળતી રોશની વચ્ચે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત