મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાવ બેઠક પર પેટાચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, 70થી વધુ નેતા-કાર્યકરોએ માંગી ટિકિટ

Vav Assembly ByElection 2024 : ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠ

વાવ બેઠક પર પેટાચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, 70થી વધુ નેતા-કાર્યકરોએ માંગી ટિકિટ

Vav Assembly ByElection 2024 : ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની તૈયારી શરૂ કરી દીધી છે. 

પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરક્ષકો વાવ વિધાનસભા વિસ્તારમાં પહોચ્યા છે. મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણ, અસારવાના MLA દર્શનાબેન વાઘેલા અને ભાજપ પ્રવક્તા પ્રેમલ વ્યાસ આ ત્રણેય નિરીક્ષકો આજે ભાભરમાં લુહાણા સમાજની વાડી ખાતે ઉમેદવારો અંગે સેન્સ લેશે. જો કે વાવ બેઠક પર પેટાચૂંટણી લડવા ભાજપમાં રાફડો ફાટ્યો છે અને 70થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા ભાજપ નેતા સ્વરૂપજી ઠાકોરનું નામ પણ સામેલ છે. 

વાવ બેઠક પર ભાજપના દાવેદારો

  • સ્વરૂપજી ઠાકોર
  • તારાબેન ઠાકોર
  • અમથુજી ઠાકોર
  • કરશનજી ઠાકોર
  • ગગજી ઠાકોર
  • વીરાજી ઠાકોર
  • દિલીપ વાઘેલા
  • રજનીશ ચૌધરી
  • મુકેશ ઠાકોર
  • શૈલેષ ચૌધરી
  • લાલજી પેટલ
  • રજની પેટલ
  • ગજેન્દ્રસિંહ રાણા

આ ઉપરાંત 70 જેટલા કાર્યકરો પણ દાવેદારી નોંધાવવા આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. 

વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ 

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ થવાની પૂર્ણ શક્યતા છે. આ વખતે વાવ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ નથી, પરંતુ આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી  વચ્ચેનું ગઠબંધન તૂટશે અને વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે તેવી શક્યતાઓ છે.  

આ સમાચાર શેર કરો