મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vantara Foundation Day: હજારો વન્યજીવોને મળ્યું નવજીવન, જાણો અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટની સિદ્ધિઓ

Vantara Foundation Day: ગુજરાતના જામનગર પાસે આવેલું 'વનતારા' આજે તેનો પ્રથમ સ્થાપના દિવસ

Vantara Foundation Day: હજારો વન્યજીવોને મળ્યું નવજીવન, જાણો અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટની સિદ્ધિઓ

Vantara Foundation Day: ગુજરાતના જામનગર પાસે આવેલું 'વનતારા' આજે તેનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વર્ષ પહેલા ઉદ્ઘાટન કરાયેલ આ પ્રોજેક્ટ આજે વન્યજીવો માટે સુરક્ષિત આશરો અને નવજીવનનું કેન્દ્ર બની ગયો છે. અનંત અંબાણીના નેતૃત્વમાં કાર્યરત આ સંસ્થાએ માત્ર 12 મહિનામાં વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

એક વર્ષની ઝાંખી: આંકડાની નજરે
જીવદયા: હજારો બીમાર અને ઘાયલ પશુ-પક્ષીઓની અત્યાધુનિક સારવાર.

હાથીઓની સંભાળ: 250થી વધુ હાથીઓને સર્કસ અને મજૂરી જેવી કપરી સ્થિતિમાંથી મુક્ત કરાવી અહીં ફિઝિયોથેરાપી અને વિશેષ આહાર આપવામાં આવે છે.

આહાર વ્યવસ્થા: દરરોજ 1.56 લાખ કિલો ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક તૈયાર થાય છે, જેમાં 1000 સ્થાનિક ખેડૂતોનો સહયોગ લેવાય છે.

વૈશ્વિક સન્માન: અનંત અંબાણીને 'ગ્લોબલ હ્યુમન એવોર્ડ' અને સંસ્થાને 'પ્રાણી મિત્ર એવોર્ડ 2025' પ્રાપ્ત થયો છે.

ટેક્નોલૉજી અને વિજ્ઞાનનો સમન્વય
વનતારાને 'નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ' તરીકે નિયુક્ત કરાયું છે. અહીં દરરોજ 2000થી વધુ ડાયગ્નોસ્ટિક નમૂનાઓનું પરીક્ષણ કરતી વર્લ્ડ ક્લાસ લેબોરેટરી કાર્યરત છે. સંસ્થાએ 50થી વધુ આંતરરાષ્ટ્રીય બચાવ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે.

માનવતાનું ઉદાહરણ
માત્ર પ્રાણીઓ જ નહીં, પરંતુ પંજાબમાં આવેલા પૂર જેવી કુદરતી આફતો વખતે વનતારાએ 10 લાખથી વધુ લોકોને મદદ પહોંચાડીને માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે વનતારા એક સંપૂર્ણ વૈજ્ઞાનિક અને કરુણાપૂર્ણ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે.

આ સમાચાર શેર કરો