Torrent Group Expansion: હવે મહારાષ્ટ્રના બજારોમાં પણ ગુંજશે ટોરેન્ટનું નામ, વરુણ મહેતાએ કરી મોટી જાહેરાત

Torrent Group Expansion: દેશના જાણીતા ટોરેન્ટ ગૃપની કંપની 'ટોરેન્ટ ઈલેક્ટ્રિકલ્સ'એ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) ક્ષેત્રમાં પોતાની હાજરી મજબૂત કરતા મહારાષ્ટ્રના બજારમાં એન્ટ્રી કરી છે. મુંબઈ ખાતે યોજાયેલા એક ભવ્ય બ્રાન્ડ લોન્ચ કાર્યક્રમમાં કંપનીએ પોતાના સંપૂર્ણ વાયર અને સ્વીચગિયર પોર્ટફોલિયોને રજૂ કર્યો હતો.
સંપૂર્ણ ઈલેક્ટ્રિકલ સોલ્યુશન્સ હવે મહારાષ્ટ્રમાં
કંપનીએ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુરક્ષિત અને ભરોસાપાત્ર પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. જેમાં મુખ્યત્વે:
વાયર શ્રેણી: FR, HRFR, FRLSH અને HFFR વાયર.
સ્વીચગિયર શ્રેણી: MCBs (મિનિએચર સર્કિટ બ્રેકર્સ), RCCBs, આઇસોલેટર્સ અને ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ.
સુરક્ષા અને વિશ્વાસનું બીજું નામ: વરુણ મહેતા
લોન્ચિંગ પ્રસંગે ટોરેન્ટ ગૃપના ડિરેક્ટર વરુણ મહેતાએ જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં અમારો લોન્ચ એ ભારતના મહત્વપૂર્ણ બજારોમાં વિસ્તરણની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. અમે ટોરેન્ટ ગૃપની એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને સુરક્ષા કેન્દ્રિત પ્રોડક્ટ્સ સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે તૈયાર છીએ."
આ વિસ્તરણ સાથે કંપની મજબૂત વિતરણ નેટવર્ક અને પોતાની ઇન-હાઉસ R&D ક્ષમતાઓનો ઉપયોગ કરીને સમગ્ર મહારાષ્ટ્રમાં તબક્કાવાર પોતાની પકડ મજબૂત કરશે.

