Gold Silver Price: અમદાવાદમાં હોળીના દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ

Gold Silver Price: મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ અને શેરબજારમાં આવેલા મોટા કડાકાની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળતા આજે 2 માર્ચ, 2026 સોમવારના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે.
સોનાના ભાવમાં તેજી
આજે અમદાવાદમાં 24 કેરેટ (99.9) સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1.76 લાખ રૂપિયા વચ્ચે રહ્યો છે. જ્યારે 22 કેરેટ (99.5) સોનાનો ભાવ રૂપિયા 76,100થી રૂપિયા 73,300ની આસપાસ બોલાઈ રહ્યો છે. હોળીના પર્વે સોનાના ભાવમાં આ વધારો સામાન્ય ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
ચાંદીમાં પણ ભારે ઉછાળો
ચાંદીના ભાવમાં પણ આજે નોંધપાત્ર તેજી જોવા મળી છે. અમદાવાદમાં ચાંદી ચોરસાનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 2,80,000 - રૂપિયા 2.90,000 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત હોલમાર્ક દાગીનાના ભાવ પણ રૂપિયા 1,70,520 સુધી પહોંચ્યા છે.
| આઈટમ | ભાવ (રૂપિયામાં) |
| ચાંદી ચોરસા | રૂપિયા 2,80,000 - રૂપિયા 2.90,000 |
| રૂપું | રૂપિયા 2,79,800 - રૂપિયા 28,9800 |
| સોનું (99.9) | રૂપિયા 1,6900 - રૂપિયા 1,74,000 |
| સોનું (99.5) | રૂપિયા 1,68,700 - રૂપિયા 1,73,700 |
| હોલમાર્ક | રૂપિયા 1,70,520 |
શા માટે વધ્યા ભાવ?
બજાર વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધ્યા છે. જ્યારે પણ અનિશ્ચિતતાનો માહોલ હોય ત્યારે સોનું હંમેશા સલામત આશ્રયસ્થાન માનવામાં આવે છે.

