મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યના આ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને અપાયું સ્ટોપેજ, મુસાફરોને રહેશે અનુકૂળતા

રાજ્યમાં વલસાડવાસીઓ માટે ખુશખબર સામે આવી

રાજ્યના આ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને અપાયું સ્ટોપેજ, મુસાફરોને રહેશે અનુકૂળતા

રાજ્યમાં વલસાડવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, ત્યારે ચાલો જાણી વંદેભારત ટ્રેનનો સમય સહિતની માહિતી.

વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ અપાયું

મળતી માહિતી મુજબ, વલસાડના રેલવે સ્ટેશન ખાતે વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ કરવાની સ્થાનિકો સાંસદ-નાગરિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વલસાડવાસીઓને આ સુવિધા આપી છે. રેલવેના નિર્ણયથી સ્થાનિકોમાં હરખ છવાયો છે.

વલસાડ અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે મુસાફરીમાં ઘણી અનુકૂળતા રહેશે. જેનાથી વલસાડના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસને પણ વેગ મળશે. 

આ સમાચાર શેર કરો