VIDEO: વલસાડ: ધરમપુરમાં કરુણ ઘટના, પિતા-પુત્રી પાણીમાં ખાબક્યા
સોર્સ : gstv
વલસાડના ધરમપુરમાં ભારે વરસાદને પગલે તિસ્કરી ગામમાં હૃદયદ્રાવક ઘટના બની છે. ભારે વરસાદને કારણે રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં, પિતા અને તેમની માસૂમ પુત્રી પાણીના તેજ પ્રવાહમાં આવેલા ઊંડા ખાડામાં ખાબક્યા હતા.આ સમયે ડૂબી રહેલા પિતા-પુત્રીને જોઈ એક સાહસી સ્થાનિક યુવકે પોતાના જીવની પરવા કર્યા વગર પાણીમાં ઝંપલાવ્યું હતું. તેણે ભારે જહેમત બાદ માસૂમ બાળકીને હેમખેમ બચાવી લીધી હતી, પરંતુ કમનસીબે પિતા, સંદીપભાઈ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. હાલ સ્થાનિકો અને વહીવટી તંત્ર દ્વારા તણાઈ ગયેલા સંદીપભાઈને શોધવા માટે યુદ્ધના ધોરણે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

