Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Valsad News: Factory printing fake Rs. 500 notes busted in Vapi, two accused arrested

Valsad News: વાપીમાંથી ઝડપાયું રૂ.500ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું, બે આરોપીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Valsad News:  વાપીમાંથી ઝડપાયું રૂ.500ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું, બે આરોપીની ધરપકડ
સોર્સ : GSTV

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના હરિયાપાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફલેટમાં દરોડા પાડી રૂ.500ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું છે, પોલીસે ફ્લેટમાંથી રૂ.500ના દરથી નકલી 1215 નોટ, બે મોબાઈલ, રોકડા રૂ. 1580, નોટ બનાવવા ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. 

App Store

બાતમી, પૂછપરછ અને કાર્યવાહી

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પોલીસની ટીમ વાપીના ડુંગરા હરિયાપાર્ક વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં રોડ પર બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને અટકાવી તેની તપાસ કરી હતી, 500ની નકલી નોટ મળી આવતા તેની કડક હાથે પૂછપરછ કરાઇ હતી. જે બાદ મળેલી માહિતીના આધારે પોલીસે હરિયાપાર્કના નક્ષત્ર પેલેસમાં આવેલા ફલેટમાં છાપો માર્યો હતો. પોલીસે ફલેટ માલિક છાયાદેવી સુરેશ મંડલ પાસે ફલેટ ખોલાવ્યો હતો.

2ની ધરપકડ, 4 ફરાર

પોલીસની ટીમ ફ્લેટમાં પ્રવેશી તપાસ કરતા ફલેટમાં રૂ.500ના દરની નકલી નોટ બનાવવાનું ગંભીર કૃત્ય કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ફલેટમાંથી રૂ.500ના દરની 1215 નોટ, કલર પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી બે આરોપી સંજય સોમનાથભાઈ પવાર (ઉ.વ.51, રહે. ચણોદ કોલોની, વાપી) અને ફ્લેટ માલિક છાયાદેવી સુદેશ મંડલ (ઉં.વ.40, રહે. ભડકમોરા, વાપી)ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં અન્ય આરોપી દિલીપ ત્ર્યબક કાપસે, સ્વાતિ સહિત ચાર શખ્સોના નામો ખુલતા તમામને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.

મહિલાને રૂ.30 લાખના રૂ.80 લાખ બનાવી આપવા લાલચ આપી હતી

આરોપી મહિલાની પૂછપરછ દરમિયાન સંજય પવારે તેના સાળા તથા અન્ય બે સાથે ફલેટ માલિક છાયાદેવી સાથે બેઠક કરાવી હતી. જે દરમિયાન વોન્ટેડ આરોપીઓએ છાયાદેવીને રૂ.500ના દરની નકલી નોટ છાપવા માટે વાતચીત કરી હતી. સાથે છાયાદેવીને રૂ.30 લાખના રૂ.80 લાખ બનાવી આપવા લાલચ આપી હતી. લાલચમાં આવી છાયાદેવીએ નકલી નોટ છાપવા માટે સાધનો ખરીદી ફલેટમાં જ કામગીરી શરૂ કરી હતી.