Video: બોટાદના કારીયાણીમાં ૨૫૦ વર્ષ જૂની પરંપરા

બોટાદના કારીયાણી ગામમાં બેસતા વર્ષના દિવસે ૨૫૦ વર્ષ જૂની અનોખી પરંપરા ધામધૂમથી ઉજવાઈ હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે શરૂ કરેલી આ પરંપરા મુજબ ગામના તમામ માલધારીઓની ગાયોને ચોરા પાસે એકઠી કરી ઢોલ-નગારા અને આતશબાજી વચ્ચે સમગ્ર ગામમાં દોડાવવામાં આવી હતી. એવી માન્યતા છે કે ગાયો દોડવાથી ઉડતી રજ ગામ પર પડે તો સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી જીવન મળે છે. આસ્થાના આ મહાપર્વમાં ગાયોના ધણ દોડાવ્યા બાદ રોમાંચક અશ્વ હરીફાઈનું પણ આયોજન કરાયું હતું. આધુનિકતાના સમયમાં પણ કારીયાણી ગામના લોકો પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને એકજૂથ થઈને આજે પણ જીવંત રાખી રહ્યા છે.
જાહેરાત







