Video: નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં કર્યા દર્શન, વિકસિત અને નશામુક્ત ગુજરાત માટે કરી અપીલ

સોર્સ: gstv

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત પંચદેવ મંદિરમાં દર્શન કરીને કરી હતી. મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના તમામ નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ સાથે તેમણે વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી બનવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના નિર્માણમાં જનભાગીદારીનું આહ્વાન કર્યું હતું. સૌના સામૂહિક સહયોગ અને દૃઢ સંકલ્પથી જ સમૃદ્ધ, સ્વસ્થ અને સશક્ત ભારતનું નિર્માણ શક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત