વલસાડ : સાયન્સ કોલેજ પાછળથી મળી આવેલું માનવ કંકાલ કોનું? પોલીસે તપાસ તેજ કરી
વલસાડ શહેરની સાયન્સ કોલેજ પાછળથી 23 નવેમ્બરના રોજ માનવ કંકાલ મળી આવ્યું હતું. આ માનવ કંકાલનું પો

વલસાડ શહેરની સાયન્સ કોલેજ પાછળથી 23 નવેમ્બરના રોજ માનવ કંકાલ મળી આવ્યું હતું. આ માનવ કંકાલનું પોલીસે સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે એવલી વિગતો
માનવ કંકાલના ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં વિગતો આવી છે કે આ માનવ કંકાલ 14થી 20 વર્ષની કોઈ યુવતીનું છે અને તેની હત્યા અથવા મૃત્યુ 3 મહિના પહેલા થયાનું અનુમાન છે. જો કે આ માનવ કંકાલ કોનો છે એ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે.
પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું
આ સમગ્ર મામલે એસપી વલસાડ, સીટી પીઆઈ, રૂરલ પીઆઇ, સહિત અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
3 મહિનામાં ગુમ થયેલી યુવતીઓની માહિતી મંગાવાઈ
પોલીસે યુવતીની ઓળખ કરવા 3 મહિનામાં ગુમ થયેલી યુવતીઓની માહિતી મેળવવા તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં પણ સઘન પૂછપરછ હાથ ધરી છે. સાથે જ કોલેજ અને અન્ય વિસ્તારોમાં ગુમ થયેલી યુવતીઓની માહિતી મંગાવવામાં આવી છે. કોઈ યુવતી ગુમ થઈ હોય એવી યુવતીની માહિતી સાથે જ કોઈપણ પ્રકારની કેસને લગતી કોઈને પણ માહિતી મળે તો તે પોલીસને આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.






