મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ: ધરમપુરમાં વીજ કર્મચારીઓ ઉપર મહિલાનો હુમલો, ફરિયાદ દાખલ

વલસાડ જિલ્લાના ધરમપુરના ફલધરા ગામે વીજ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. જે પ્રમાણે વીજ ચેકિંગની કાર

વલસાડ: ધરમપુરમાં વીજ કર્મચારીઓ ઉપર મહિલાનો હુમલો, ફરિયાદ દાખલ

વલસાડ જિલ્લાના ધરમપુરના ફલધરા ગામે વીજ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. જે પ્રમાણે વીજ ચેકિંગની કાર્યવાહી દરમિયાન માથાભારે મહિલાએ વીજ કર્મચારી પર હુમલો કર્યો હતો.


સરકારી કર્મચારીના વીજ ચેકિંગમાં એ બાબત સામે આવી હતી કે વીજળીના થાંભલા પર લંગર લગાવી મોટા પ્રમાણમાં વીજ ચેકિંગ કરાતી હોવાનું સામે આવ્યું હતું. જેની જાણ મહિલાને થઈ જતા મહિલાએ લાકડી લઈ વીજ કર્મચારી પર અચાનક હુમલો કરી દીધો હતો. 

માથાભારે મહિલા વીજકર્મચારીઓની એકપણ વાત કાને ન ધરીને રોષપૂર્ણ રીતે લાકડી લઈ કર્મચારીઓ પર તૂટી પડી હતી. જો કે કર્મચારીઓએ મહિલાનો માર મારતો વીડિયો સાથે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલા અંગે તપાસ શરુ કરી હતી.

આ સમાચાર શેર કરો