મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Tapi news: વાલોડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ સસ્પેન્ડ, ધારાસભ્ય તેમજ પાર્ટી વિરુદ્ધ કરતા હતા પોસ્ટ

ગુજરાતના તાપી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ અન

Tapi news: વાલોડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ સસ્પેન્ડ, ધારાસભ્ય તેમજ પાર્ટી વિરુદ્ધ કરતા હતા પોસ્ટ

ગુજરાતના તાપી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. જેમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરતા વાલોડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અસંતોષ વધતા આખરે પક્ષના હાઈકમાન્ડે આ પગલું ભર્યું હતું.

 ધારાસભ્ય તેમજ પાર્ટી વિરુદ્ધ પોસ્ટ મૂકતાં સર્જાયો હતો વિવાદ

મળતા અહેવાલ પ્રમાણે વાલોડ તાલુકાના ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ધારાસભ્ય તેમજ પાર્ટી વિરુદ્ધ સલીમ મુલતાની વાંરવાર પોસ્ટ મૂકતા હતા, જેમાં પાર્ટીની પ્રતિષ્ઠા ખરાડઈ રહી હતી. આ કારણે તેમને પક્ષે સસ્પેન્ડ કર્યા હતા.

 લઘુમતી મોરચાના પ્રમુખ  સલીમ મુલતાની સસ્પેન્ડ

તો બીજી તરફ વાલોડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ  સલીમ મુલતાની સસ્પેન્ડ કર્યા બાદ તાપી જિલ્લામાં રાજકીય ભૂંકપ સર્જાયો છે. હવે પક્ષ હવે શું રણનિતી બનાવે છે તે હવે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો