VIDEO/ વડોદરા: સ્ટેજ આગળથી ખસી જવા મુદ્દે તકરાર, બંદોબસ્તમાં તૈનાત PSI સાથે કાઉન્સિલર બંદિશ શાહ બાખડ્યા
વડોદરાના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભામાં સંબોધન કર

વડોદરાના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભામાં સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીની જાહેર સભામાં પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. આ વચ્ચે પોલીસ અને ભાજપના નગર સેવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રીની સભામાં કાઉન્સીલર અને PSI વચ્ચે વિવાદ સર્જયો હતો.
વડોદરા શહેરના વોર્ડ નબર 7ના ભાજપના કાઉન્સિલર બંદિશ શાહની PSI સાથે માથાકુટ થઈ હતી. સ્ટેજ આગળથી ખસી જવા મુદ્દે બંદોબસ્તમાં તૈનાત PSI સાથે ઉગ્ર તકરાર થઈ હતી. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
બીજો વિવાદ મુખ્યમંત્રીની સભા પુરી થયા પછી સામે આવ્યો હતો. સભા પૂરી થયા બાદ ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી.






