VIDEO: વડોદરામાં ઈવા મોલમાં પુષ્પા-2નો 6 વાગ્યાનો શો થયો રદ્દ, રોષે ભરાયેલા લોકોએ મચાવ્યો હોબાળો
સમગ્ર દેશભરમાં આજે પુષ્પા-2 ફિલ્મ રિલીઝ થઈ છે. રાજ્યના પણ વિવિધ શહેરોમાં આ ફિલ્મ રિલિ
સમગ્ર દેશભરમાં આજે પુષ્પા-2 ફિલ્મ રિલીઝ થઈ છે. રાજ્યના પણ વિવિધ શહેરોમાં આ ફિલ્મ રિલિઝ થઈ છે. વડોદરાના માંજલપુરમાં આવેલા ઇવા મોલમાં પુષ્પા 2 ફિલ્મનો શો રદ્દ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો.આયોજકોએ વહેલી સવારે છ વાગ્યે પુષ્પાનો શો રાખ્યો હતો.
શો રદ્દ થતા આયોજકોએ કોઈ જાણ ન હોતી કરી
લોકો આવી કકડતી ઠંડીમાં સવારે પાંચ વાગ્યે ઈવા મોલમાં પહોચી ગયા હતા, પરંતુ આયોજકો દ્વારા શો બતાવવામાં ન આવતા ફિલ્મી રસિયાઓ રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો: VIDEO: રાજસ્થાન પરિવહનની બસે અમદાવાદમાં સર્જયો અકસ્માત, દુર્ઘટનામાં એકનું મોત
શો રદ્દ થતા આયોજકોએ કોઈ જાણ ન કરતા લોકો હોબાળો મચાવ્યો હતો.જે બાદ પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.






