મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજસ્થાન પરિવહનની બસે અમદાવાદમાં સર્જયો અકસ્માત, દુર્ઘટનામાં એકનું મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતની સામે આવી છે. શહેરના વીએસ હોસ્પિટલ પાસે બેફામ ચાલતી એસટી બસે અકસ્માત સર્

અમદાવાદમાં વધુ એક અકસ્માતની સામે આવી છે. શહેરના વીએસ હોસ્પિટલ પાસે બેફામ ચાલતી એસટી બસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રાહદારીનું મોત થયું હતું.

રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનું ટાયર રાહદારી પર ફરી વળ્યું

શહેરના પાલડી નજીક રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનું ટાયર રાહદારી પર ફરી વળ્યું હતું. આ બસ રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગની છે. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં ઈવા મોલમાં પુષ્પા-2નો 6 વાગ્યાનો શો થયો રદ્દ, રોષે ભરાયેલા લોકોએ મચાવ્યો હોબાળો

M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ

શહેરના M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ થઈ હતી, ફરિયાદ બાદ બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો