Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara Fire Video: Massive fire breaks out at chemical company in Lamdapura, Savli, plumes of smoke seen in the sky

Vadodara Fire Video: સાવલીના લામડાપુરામાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: વડોદરા નજીક આવેલા સાવલી તાલુકાના લામડાપુરા ગામે આજે બપોરના સમયે એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લામડાપુરા સ્થિત 'રાજશાહ કેમિકલ કંપની'માં અચાનક લાગેલી આગને કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટા છવાઈ ગયા હતા, જે કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા.

App Store

જાનહાનિ ટળી: કર્મચારીઓ સુરક્ષિત બહાર

પ્રાથમિક વિગતો અનુસાર, જ્યારે કંપનીમાં આગ લાગી ત્યારે અંદર કામ કરી રહેલા શ્રમિકો અને સ્ટાફ સમયસૂચકતા વાપરીને પ્લાન્ટની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટા રાહતના સમાચાર છે.

વડોદરા ફાયર બ્રિગેડની લેવાઈ મદદ

આગની તીવ્રતા એટલી વધુ હતી કે સાવલી ફાયર બ્રિગેડના સંસાધનો ટૂંકા પડ્યા હતા. આગ વધુ વકરતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હાલમાં વડોદરાની બે સ્પેશિયલ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવી રહી છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગ જોવા માટે આસપાસના ગામોના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને દૂર કરવા અને ફાયર બ્રિગેડની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસે કડક વ્યવસ્થા ગોઠવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શન હોવાની આશંકા સેવાઈ રહી છે.