Vadodara news: જવાહરનગરના PSIનો લાંચ લેતો VIDEO વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો
વડોદરામાં જવાહરનગર પોલીસ મથકના PSI એન.એન. ઝવેરીનો કથિત લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે આ વાયરલ વીડિયોમાં PSI ઝવેરી 40 હજાર રૂપિયાની લાંચ માંગી રહ્યા છે, જેમાં અડધી રકમ તાત્કાલિક અને બાકીની પછી આપવાની વાતચીત સામે આવી છે.
PSIનો એક વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પોલીસ સૂત્રોના મુજબ આ વીડિયો એક વર્ષ જૂનો છે, મળતી માહિતી મુજબ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી ગુલામ મુસ્તફા ઉર્ફે ઇનાયત ખાટકીએ પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યા બાદ આ વીડિયો વાયરલ કર્યો છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીએ આ VIDEO કર્યો વાયરલ
તો બીજી તરફ વીડિયો વાયરલ કરનાર શખ્સ પાસા હેઠળ સજા કાપી ચૂક્યો છે, ઈનાયત અગાઉ મારામારી અને પશુ કતલ જેવા ગુનામાં સંડોવાયેલો છે. હાલ PSI ઝવેરી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ વાયરલ વીડિયો આવ્યા બાદ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. વડોદરા પોલીસ કમિશનરે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ DCP ઝોન-1ને તપાસના આદેશ આપ્યા છે. જોકે,આ વાયરલ વીડિયોની પુષ્ટિ જીએસટીવી નથી કરતું.

